સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસ વાપરતા નથી?

યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસ વાપરતા નથી?

ઘણા લોકો માને છે કે ક્રોસ ખ્રિસ્તી ધર્મની ઓળખ છે. અમે યહોવાના સાક્ષીઓ ખ્રિસ્તીઓ છીએ. અમે ક્રોસ વાપરતા નથી. શા માટે?

પહેલું કારણ, બાઇબલ જણાવે છે કે ઈસુ ક્રોસ પર નહિ, પણ લાકડાનાં એક સીધા સ્તંભ પર મરણ પામ્યા હતા. બીજું કારણ, બાઇબલ ચેતવણી આપે છે કે “મૂર્તિપૂજાથી નાસી જાઓ.” એનો અર્થ થાય કે ભક્તિમાં ક્રોસ વાપરવો ન જોઈએ.—૧ કોરીંથી ૧૦:૧૪; ૧ યોહાન ૫:૨૧.

ઈસુએ કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૪, ૩૫) એ બતાવે છે કે ઈસુના શિષ્યોની ઓળખ પ્રેમ છે, નહિ કે ક્રોસ અથવા બીજી કોઈ નિશાની.