સ્કીપ ટુ કન્ટેન્ટ

સભાની જગ્યાને તમે કેમ “યહોવાના સાક્ષીઓનું પ્રાર્થનાઘર” કહો છો?

સભાની જગ્યાને તમે કેમ “યહોવાના સાક્ષીઓનું પ્રાર્થનાઘર” કહો છો?

ઘણાં કારણોને લીધે એ નામ યોગ્ય છે:

  • એ ભેગા મળવાની જગ્યા છે.

  • બાઇબલ યહોવા ઈશ્વર વિશે જણાવે છે. તેમની ભક્તિ કરવા અને તેમના વિશે સાક્ષી આપવા કે તેમને જાહેર કરવા અમે ભેગા મળીએ છીએ.​—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; યશાયા ૪૩:૧૨.

  • ઈસુએ જેના વિશે ઘણી વાર વાત કરી હતી, ઈશ્વરના એ રાજ્ય વિશે શીખવા પણ અમે ભેગા મળીએ છીએ.​—માથ્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪; લુક ૪:૪૩.

અમે તમને નજીકના પ્રાર્થનાઘરમાં આવવા અને યહોવાના સાક્ષીઓ કઈ રીતે પોતાની સભાઓ ચલાવે છે, એ જોવા આમંત્રણ આપીએ છીએ.