સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું લગ્‍ન ટકાવી શકો છો?

શું લગ્‍ન ટકાવી શકો છો?

શું લગ્‍ન ટકાવી શકો છો?

ઘરનો માલિક જાણે છે કે ઘરની હાલત બહુ ખરાબ છે, પણ તે એને રિપેર કરવા માંગે છે.

શું તમે તમારા લગ્‍નજીવનમાં સુધારો કરવા ચાહો છો? જો એમ હોય, તો શું કરી શકો? નીચે આપેલા આ સૂચનો પાળવા કોશિશ કરો.

૧ વચન આપો.

એકબીજાને વચન આપો કે તમે ઘરમાં શાંતિ લાવવા કોશિશ કરશો. એ કઈ રીતે કરશો એ એક કાગળમાં લખી લો. જો તમે અને તમારા સાથી લગ્‍નને ટકાવવાનું વચન આપશો, તો તમે ભેગા મળીને લગ્‍નજીવનને સુધારી શકશો.—સભાશિક્ષક ૪:૯, ૧૦.

૨ તકલીફો પારખો.

એવી કઈ બાબત છે જેના લીધે તમારા બંને વચ્ચે દરાર પડી છે? લગ્‍નજીવનમાં શું ખૂટે છે અથવા તમે કઈ બાબતમાં સુધારો કરવા માંગો છો એ એક વાક્યમાં લખી લો. (એફેસી ૪:૨૨-૨૪) કદાચ તમે જે વિષે લખો એ તમારા સાથીના મુદ્દાથી અલગ પણ હોય શકે.

૩ ધ્યેય બાંધો.

આવનાર છ મહિનામાં લગ્‍નજીવનમાં કેવો સુધારો જોવા ચાહો છો? એ વિષે એક કાગળ પર લખી લો. તમારો ધ્યેય શું છે એ સમજી-વિચારીને નક્કી કરશો તો એને પૂરો કરવા મદદ મળશે.—૧ કોરીંથી ૯:૨૬.

૪ ઈશ્વરની સલાહ પાળો.

પહેલા તમારે પારખવું જોઈએ કે લગ્‍નજીવનમાં ક્યાં તકલીફો છે. પછી નક્કી કરો કે તમે કેવો સુધારો કરશો. સુધારો કરવા બાઇબલમાંથી સલાહ-સૂચનો તપાસો. ઈશ્વરનું માર્ગદર્શન જરૂર કામ આવશે. (યશાયાહ ૪૮:૧૭; ૨ તીમોથી ૩:૧૭) દાખલા તરીકે, બાઇબલ ઉત્તેજન આપે છે કે પતિ-પત્નીએ એકબીજાને દિલથી માફ કરવા જોઈએ. એ પણ કહે છે કે “અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.”—નીતિવચનો ૧૯:૧૧; એફેસી ૪:૩૨.

પ્રયત્ન કરવા છતાં કંઈ થતું નથી એવું લાગતું હોય, તો હિંમત ન હારો! આ બાબતમાં મહેનતના ફળ મીઠા છે. લગ્‍નજીવન ટકાવવાના ફાયદા (અંગ્રેજી) પુસ્તક એક સર્વે વિષે જણાવે છે: ‘જે યુગલો લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ અનુભવતા હતા, તેઓમાં ૮૬ ટકાએ લગ્‍ન ટકાવી રાખવાનો નિર્ણય લીધો. પાંચ વર્ષ પછી તેઓનું લગ્‍નજીવન હવે વધારે આનંદભર્યું છે. આ વિગતો જાણીને ઘણા લોકોને ખૂબ નવાઈ લાગે છે!’ જે યુગલોએ કહ્યું કે તેઓ લગ્‍નજીવનથી બહુ જ કંટાળી ગયા હતા, તેઓએ પણ સુધારો અનુભવ્યો!

કદાચ તમારા કિસ્સામાં એ સાચું હોય શકે. બાઇબલમાં એવા સુંદર સિદ્ધાંતો છે જેનાથી પતિ-પત્નીને લાભ થાય છે. આ મૅગેઝિનના પ્રકાશકો તરીકે, યહોવાહના સાક્ષીઓએ પોતે એ અનુભવ્યું છે. જેમ કે, જીવનસાથી એકબીજા સાથે પ્રેમથી વાતચીત કરે, એકબીજાને દિલથી માફ કરે, ત્યારે ઘણા યુગલોના લગ્‍નજીવનમાં સુધારો થયો છે. પત્નીઓ “દીન તથા નમ્ર” સ્વભાવ કેળવે તેમ જ પતિઓ ઠંડા મિજાજના બને એનાથી ફાયદો થાય છે.—૧ પીતર ૩:૪; કોલોસી ૩:૧૯.

બાઇબલના સિદ્ધાંતો પાળવાથી ઘણા લાભ થાય છે. એ સિદ્ધાંતો ઈશ્વર યહોવાહ તરફથી છે. તેમણે જ લગ્‍નની ગોઠવણ કરી છે. બાઇબલમાં એવાં ઘણા સૂચનો છે જે તમારા લગ્‍નજીવનને વધારે સુખી બનાવી શકે. કેમ નહિ કે તમે યહોવાહના સાક્ષીઓ પાસેથી એના વિષે વધારે જાણો. * (g10-E 02)

[ફુટનોટ્‌સ]

^ કુટુંબોને મદદ કરવા, યહોવાહના સાક્ષીઓએ ૧૯૨ પાનનું એક પુસ્તક બહાર પાડ્યું છે. એનું નામ છે: કૌટુંબિક સુખનું રહસ્ય. જો તમને આના વિષે વધારે જાણવું હોય તો પાન પાંચ પર આપેલા નજીકના સરનામે આ મૅગેઝિનના પ્રકાશકને લખો.